Heatstroke: ઉનાળાની કાળઝાળ ગરમીમાં લુ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું.ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને શરૂઆતથી જ લુ અને કાળજાળ ગરમી પડવાની ખૂબ જ શરૂઆત થઈ ગઈ છે, હવામાન ખાતા દ્વારા અગામી દિવસોમાં ખૂબ જ ગરમી અને લુ પડવા અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે,
Also read જો ઘરમાં માખીઓ વધી ગઈ હોય તો અપનાવો આ ઘરેલું ઉપાય
માટે દરેક લોકોએ જાણવું જરૂરી છે કે ઉનાળાની ગરમી અને હીટ સ્ટોકથી બચવા માટે શું કરવું જોઈએ, તકેદારી ના પગલા રૂપે કેવી સાવચેતી રાખવી જોઈએ,
અને લુ લાગી ગયા બાદ સ્વસ્થ થવા માટેના ઘરગથ્થુ ઉપાયો ક્યાં છે આર્ટીકલ દ્વારા તમામ માહિતી ગુજરાતીમાં આપવામાં આવેલી છે તો આર્ટીકલ ને અવશ્ય અંત સુધી વાંચવું અને અન્ય લોકોને ઉપયોગી થાય તે ઉમદા હેતુથી આગળ શેર કરવું

ઉનાળાની કાળઝાળ ગરમીમાં લુ
Heatstroke: ઉનાળાની કાળઝાળ ગરમીમાં લુ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં લુ
લુ લાગવી (હિટ વેવ) ના લક્ષણો શુ છે?
Also read બેસવાની ખોટી રીતથી માથું, ગરદન અને પીઠનો દુખાવો થાય છે
કોઈપણ સ્થિતિનો સામનો કરતા પહેલા આપણને તે સ્થિતિના લક્ષણો અંગેની જાણકારી હોવી જરૂરી છે , કોઈપણ વ્યક્તિ ને લુ લાગે ત્યારે તેના શરીરમાં કેવા લક્ષણો ઉદભવે છે તે દરેક લોકોને ખ્યાલ હોય તો તકેદારીના ભાગરૂપે સાવચેતી રાખવી સરળ બને છે જાણો હીટવેવ (લુ લાગવી) ના લક્ષણો.
માથામાં સખત દુખાવો થવો
શરીરનું ટેમ્પરેચર ખૂબ જ વધી જવું
અતિશય તરસ લાગવી, મો સુકાવું, ગળું સુકાવું
શરીરમાંથી પાણી ઓછું થઈ જવાને કારણે ઉલટી થવી, ઉબકા થવા , ચક્કર આવવા, આંખે અંધારા આવવા અંતે બેભાન થઈને પડી જવું
Also read જેમાં તમે ફોટા નો બેકગ્રાઉન્ડ કલર બદલી શકશો. કરો ટ્રાય અને પછી જોવો ફોટા આલ્બમ જેવા થશે
પગની પિંડીઓમાં ખૂબ જ દુખાવો થવો
સુઝ ગુમાવી દેવી
વધુ પડતી લુ લાગવાના કિસ્સાઓમાં અતિ ગંભીર લક્ષણોમાં ખેંચ પણ આવી શકે છે
Also read વજન ઘટાડવા માટે ની સારી અને ફાયદાકાર ટિપ્સ
લુ લાગે ત્યારે શું કરવું જોઈએ
- કોઈપણ વ્યક્તિને જ્યારે લુ લાગે અને ઉપર જણાવ્યા મુજબના કોઈપણ લક્ષણો તેના શરીરમાં દેખાય ત્યારે કોઈ પણ જાતનો સમય ગુમાવ્યા વગર તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે કોઈપણ નજીકના હોસ્પિટલ નો સંપર્ક કરવો, તાત્કાલિક હત્યા પહોંચવાની વ્યવસ્થા કરવી
- આ ઉપરાંત ઘરગથ્થુ ઉપચાર તરીકે તાત્કાલિક જે કોઈ લિક્વિડ મળે જેમાં પાણી, વરિયાળી નો શરબત, કાચી કેરીનો શરબત , ગુલાબનો શરબત દ્રાક્ષનો શરબત નાળિયેર પાણી , ઓઆરએસ નું પાણી, લીંબુ શરબત , માટલા સાદું પાણી, એક ચમચી ખાંડ અને એક ચપટી મીઠું નું દ્રાવણ વગેરે …… જે હજાર હોય તે આપવું. શરીરમાં પાણીની અછત ન થાય તે માટે વધુમાં વધુ લિકવિડ લેવું જોઈએ
ઉનાળાની કાળઝાળ ગરમીમાં લુ
હીટવેવ (લુ લાગવી)ની અસર થયેલ વ્યક્તિ માટે સારવારના ઉપાયો
જ્યારે કોઈપણ વ્યક્તિને હીટવેવ/લુ લાગવાની અસર થઈ હોય અને ઉપર જણાવ્યા મુજબના કોઈપણ લક્ષણો જણાતા હોય ત્યારે પોતે પોતાની રીતે સારવાર કરી શકવા ના કિસ્સામાં પોતે જાતે જ નીચે મુજબના સારવારના ઉપાયો કરવા જોઈએ અને જ્યારે વધુ પડતી લાગેલી લુ ને કારણે ખેંચ આવવી કે બેભાન થઈને પડી ગયેલ વ્યક્તિ ના કિસ્સાઓમાં નજીકમાં રહેલ વ્યક્તિઓએ નીચે મુજબના પગલાં અનુસરવા જોઈએ
Also read વહાલી દીકરી યોજના ફોર્મ PDF Download
- લુ લાગેલી વ્યક્તિને તાત્કાલિક છાયણા વાળી જગ્યાએ સુવડાવો
- આજુબાજુ ભીડ ઓછી જમા થવી અને વ્યક્તિને હવા આવે તેવી રીતે રાખો
- પાણી વાળું ભીનું કપડું કરી તેના આખા શરીરને લુછો, હાથ પગ ને ઠંડા પાણી વડે સાફ કરો, તેના માથા પર ઠંડુ પાણી રેડો. આમ કરવાથી તેના શરીરનું તાપમાન નીચે આવશે
- લુ લાગેલી વ્યક્તિને હવા નાખો / હવા આવવા દો
- નજીકમાં ઉપલબ્ધ હોય તેવું કોઈ પણ પીણું તાત્કાલિક પીવડાવો જેમાં ઓઆરએસનું દ્રાવણ, લીંબુ શરબત , નાળિયેરનું પાણી, ફ્રૂટનું જ્યુસ , સાદુ પાણી વગેરે
- વધુ પડતી લાગેલી લુ વ્યક્તિ માટે ઘાતક સાબિત થઈ શકે છે માટે તાત્કાલિક 108 નો સંપર્ક કરી અથવા તો ઉપલબ્ધ વાહનમાં બેસાડી નજીકના હોસ્પિટલે પહોંચાડો
- એસીની હવા ના આદત વાળી વ્યક્તિને લુ લાગવાની શક્યતા વધુ રહેલી હોય છે જેથી આવી કોઈ પણ વ્યક્તિએ વધુ ગરમ હવાવાળી આબોહવામાં વધુ પડતું ખુલ્લેઆમ બપોરના સમયમાં જવું જોઈએ નહીં
Also read ખૂબ જ ફાયદાકારક છે લીંબુનો રસ. જાણો તેના ફાયદા
હીટવેવ થી બચવાના ઉપાયો
ઉનાળાની ઋતુમાં વધુ પડતી ગરમ આબોહવા હોય ત્યારે આપણા શરીરને લુ લાગવાથી બચાવવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જેના અનુસરણથી લુ લાગવાના ગંભીર કિસ્સા અથવા મૃત્યુ થવાના કિસ્સાઓ ઘટાડી શકાય છે
- ગરમ આબોહવામાં જરૂરિયાત વગર બહાર ન નીકળવું જોઈએ
- ફરજિયાતનું કામ હોય અને બહાર નીકળવું પડે તેમ હોય ત્યારે બપોરના સમય સિવાય નીકળવું હિતાવહ રહેશે
- તડકામાં જતા પહેલા હંમેશા સનસ્ક્રીન લોશન નો ઉપયોગ કરવો
- ઉનાળાની સિઝનમાં લુ લાગવાના કિસ્સાઓ બપોરે 12 વાગ્યાથી 3:00 વાગ્યા વચ્ચેના તડકામા થવાની શક્યતાઓ વધુ હોય છે માટે આ સમય દરમિયાન બહાર નીકળવાનું ટાળો
- બહાર નીકળતી વખતે સુતરાઉ આખી બાય ના આખું શરીર ઢંકાય જાય તે તેવા કપડા રીતે પહેરવા જોઈએ આ ઉપરાંત આંખોમાં ચશ્મા ટોપી બુટ પહેરવા જરૂરી છે
- ભલે તરસ ન લાગી હોય તો પણ થોડી થોડી વારે ઠંડુ સાદું પાણી પીતા રહેવું જોઈએ
- અત્યારની સિઝન પ્રમાણે મળતા તાજા ફળો જેમાં તરબૂચ, નારંગી, સંતરા, લીંબુ, દ્રાક્ષ વગેરેનો ઉપયોગ કરવો
- વાતાવરણ વધુ ગરમી વાળું હોય ત્યારે મહેનત વાળું કામ કરવાનું ટાળવું જોઈએ
- બહારગામ જતી વખતે શરીરમાં પાણીનું તાપમાન જાળવી રાખવા માટે પ્રવાસ દરમિયાન પાણી સાથે રાખવું જરૂરી છે
- શરીરમાંથી પાણીનું શોષણ કરે તેવા પીણા જેમાં આલ્કોહોલ, ચા-કોફી, સોફ્ટ ડ્રિંક વગેરે ઉનાળાની ઋતુમાં લેવાનું ટાળો
- ઘરે હંમેશા ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ
- ઘરનું તાપમાન ઠંડુ રહે તે રીતે બારી દરવાજા રાત્રિના સમયે ખુલ્લા રાખો
- ભારે અને મસાલેદાર ખોરાક તેમજ વધુ પ્રોટીન વાળો ખોરાક લેવાનું ટાડો
- તાજો બનાવેલો હળવો ખોરાક ખાવાનું રાખો
- લીંબુ શરબત, ફ્રુટ જ્યુસ, ઓઆરએસ પેકેટ, ઘરમાં સંગ્રહ કરીને રાખો જ્યારે જરૂર પડીએ ત્યારે તાત્કાલિક ઉપયોગ કરી શકાય.
- ઘરની બહાર પાર્ક કરેલી ગાડીઓમાં બાળકોને વધુ રહેવા ન દો
- પાલતુ પ્રાણીઓને છયડા મા રાખો અને પીવા માટે પુષ્કળ પાણી આપો
- ઘરની બહાર પક્ષીઓના કુંડા રાખો અને તેમાં નિયમિત પાણી ભરો
Also read Marriage photo Frame, મેરેજ ફોટો ફ્રેમ, વેડિંગ ફોટો ફ્રેમ
લુ લાગવાના કિસ્સાઓથી બચવા માટે કેટલાક આરોગ્ય લક્ષી સૂચનો
- ગરમીના વાતાવરણમા બપોરના સમયે બહાર નીકળવાનું ટાળો
- સફેદ કલરના, આછા રંગ વાળા, આખા શરીરને ઢાંકે તેવા સુતરાઉ કપડા પહેરવાનું રાખો
- ગરમીના વાતાવરણમાં ઓછો પરસેવો વડે તેવુ, ઓછા શ્રમ વાળું કામ કરો
- કામ કરતી વખતે બુટ, ટોપી અને આખી બાય ના કપડા પહેરવાનું રાખો
- સીધા સૂર્યપ્રકાશના તડકાથી બચો
- છાયણા વાળા વાતાવરણમાં રહેવાનું રાખો
- કામ કરતી વખતે થોડી થોડી વારે છાયણા વાળી જગ્યાએ જઈ આરામ કરવાનું રાખો અને થોડા થોડા સમયે તરસ ન લાગી હોય તો પણ પાણી પીવાનું રાખો
- નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, સિનિયર સિટીઝન અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ ધ્યાન રાખવું
- લીંબુ શરબત, મોડી છાશ, નાળિયેરનું પાણી, ઓઆરએસ નું દ્રાવણ સાદું પાણી વગેરે પુષ્કળ પ્રમાણમાં સમયાંતરે પીવા
- ગળું સુકાય અને ખૂબ જ તરસ લાગે તેવું થવા દેવું નહીં
- ગરમ વાતાવરણમાંથી ઘરે આવતાની સાથે જ હાથ પગ ધોવા , નહાવું , શ્વાસ ઉતર્યા વિના તાત્કાલિક પાણી પીવું, તાત્કાલિક માથામાં ઠંડુ પાણી રેડવું આ ખૂબ જ ખરાબ ટેવ છે તેવું ન કરો સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે
- શરીરનું તાપમાન નીચે ઉતરવા દો, શ્વાસ ઉતરવા દો, ત્યારબાદ હાથ પગ ધોવા, માટલાનું પાણી પીવું ઠંડા પાણીથી નહાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે
- ઘરમાં પંખા, કુલર નો ઉપયોગ કરી ઘરને ઠંડું રાખવું , બારીઓના પડદા સુતરાવ કપડાના રાખવા અને બારીઓના પડદામાં પાણી છાંટી ઘરને ઠંડુ કરવું
- ઉનાળાની ઋતુમાં ક્યારેય ઉપવાસ કરવો જોઈએ નહીં
- સવાર-બપોર-સાંજ ત્રણે ટાઈમ સમયસર ભોજન લેવાનું રાખો
- નિયમિત ભોજનમાં છાશ પીવાનું રાખો
- ભોજનની સાથે સલાડ માં ડુંગળી ખાવાનું રાખો
- વાસી ખોરાક લેવાનું ટાળો
- લારી ગલ્લા કે બહારથી લાવેલ ખોરાક ખાવાનું ટાળો, ઘરનો બનાવેલો તાજો ખોરાક ખાવાનું રાખો
- બરફના ગોલા, ઠંડા પીણા, ચા કોફી, દારૂ લેવાનું ટાડો
- લગ્ન પ્રસંગમાં જાઓ ત્યારે દૂધ અને માવાની બનાવેલી આઈટમ ખાવાનું ટાળો, ઉનાળાની ઋતુમાં દૂધ અને દૂધવાળી આઈટમ થી ફૂડ પોઈઝન થઈ શકે છે
- હવામાન ખાતા દ્વારા ત્યારે હીટવેવ ની સત્તાવાર જાહેરાત આપવામાં આવે એ વખતે બપોરના સમયમાં બહાર નીકળવાનું ટાળો