Samsung New Phone 2023

Samsung New Phone: સ્માર્ટફોન માટે જાણીતુ નામ સેમસંગ કંપનીએ ગેલેક્સી A સિરીઝના બે નવા ફોન A14 અને A23 લોન્ચ કર્યા છે.

આ બન્ને ફોન કિંમતમા એકંદરે બધાને પરવડે એવા છે તો ફીચર પણ સારા છે.

તો આ ફોન લોન્ચ કરતા જ કંપનીએ આ ફોનને લઇને દાવો કર્યો છે કે,

આ બન્ને ફોન ઓલરાઉન્ડર પર્ફોમન્સ આપશે. આજના આ લેખમા જાણીએ આ બન્ને ફોનના ફીચર્સ અને કિંમત.

Also readમોબાઈલમાં 5G સેટીંગ: How to use 5G In Mobile

Samsung New Phone
Samsung New Phone

Samsung New Phone કિંમત, કલર અને અવેબીલીટી

ગ્રાહકો સેમસંગના આ બન્ને ફોન 20 જાન્યુઆરીથી ઓનલાઇન પ્લેટફોર્મ તથા ઓફલાઇન આઉટલેટ્સ પર મળશે. તો A14 5G ફોનની ડિઝાઇન ઘણી પ્રીમિયમ છે ને લેઝર બેક પેનલ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન ડાર્ક રેડ, લાઈટ ગ્રીન અને બ્લેક આકર્ષક કલરમાં ઉપલબ્ધ છે. તો A23 5Gમાં સિલ્વર, ઓરેન્જ અને લાઇટ બ્લુ કલરમાં મળશે.

Also read ઉપયોગી માહિતી UPI ને લગતી ગુજરાતી માં જાણો

Samsung Galaxy A23 Specification

Samsung Galaxy A23 Specification
Samsung Galaxy A23 Specification

પ્રોસેસર અને ઓપરેટીંગ સીસ્ટમ

આ ફોનમાં 2.2GHz, 1.8GHz Snapdragon 695 SoC પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન Android 12 સાથે One UI 4.1 ઓપરેટિંગ સિસ્ટમ ઉપર હાલ કામ કરે છે. જેમા સમયાંતરે અપડેટ આવતા રહે છે.

Samsung Galaxy A23 Camera

આ ફોનમા કેમેરાની વાત કરવામાં આવે તો, ફોનની પાછળની પેનલ પર ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામા આવે છે. જેમાં 50 મેગાપિક્સલ (MP)નો પ્રાઇમરી કેમેરા, 2MP ડેપ્થ સેન્સર, 2MP ડેપ્થ યુનિટ સેન્સર અને 5MP અલ્ટ્રા વાઇડ એંગલ છે. સેલ્ફી માટે ફોનમાં 8MP ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવ્યો છે.

Also read ઠંડીમાં બીમાર થવાથી કેવી રીતે બચવું

Samsung Galaxy A23 Display

આ ફોનમા 6.6-ઇંચની રાઉન્ડેડ કોર્નર ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ 120Hz છે.

Samsung Galaxy A23 Battery

આ ફોનમાં 5000mAh ની બેટરી આવે છે, જેને ચાર્જ કરવા માટે 25W ટાઇપ સી ફાસ્ટ ચાર્જર આપવામાં આવ્યું છે.

Samsung Galaxy A23 Memory

આ ફોનમાં મેમરીની વાત કરવામા આવે તો 6GB RAM + 128GB સ્ટોરેજ અને 8GB RAM + 128GB સ્ટોરેજ ના ઓપ્શન આપવામાં આવ્યા છે. આ સાથે જ સ્ટોરેજને મેમરી કાર્ડની મદદથી 1 TB સુધી વધારી શકાય છે.

Samsung Galaxy A23 Network

આ ફોનમા કનેક્ટિવિટી માટે ફોનમાં 5G/4G/3G/2G હાઇબ્રિડ ડ્યુઅલ સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે. 3.5MM હેડફોન જેક, બ્લૂટૂથ 5.1 અને Wi-Fi ઉપલબ્ધ છે. આ સિવાય GPS અને A-GPS જેવા કનેક્ટિવિટી ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

Samsung Galaxy A14 price

Samsung Galaxy A14 Specification
Samsung Galaxy A14 Specification

પ્રોસેસર અને ઓપરેટીંગ સીસ્ટમ

સેમસંગના આ ફોનમાં 2.4 GHz Exynos 1330 પ્રોસેસર આપવામા આવ્યુ છે, જે ઓક્ટાકોર પ્રોસેસર છે. તો આ ફોન એન્ડ્રોઇડ 13 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

Samsung Galaxy A14 Camera

આ ફોનના કેમેરા વિશે વાત કરવામાં આવે તો Samsung Galaxy A14ની પાછળની પેનલ પર f/1.8 અપર્ચર સાથે 50.0 + 2.0 + 2.0 મેગાપિક્સલ (MP) નું ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામા આવ્યુ છે. જેની મદદથી તમે 30 ફ્રેમ/સેકન્ડની ઝડપે વીડિયો રેકોર્ડ કરી શકો છો. તો ફોનના ફ્રન્ટમાં 13 MP સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.

Samsung Galaxy A14 Display

આ ફોનમા 6.6 ઇંચની રાઉન્ડેડ કોર્નર ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ 90Hz છે.

Samsung Galaxy A14 Battery

સેમસંગના આ ફોનમાં 5000mAh કેપેસીટીની બેટરી આપવામા આવી છે, જેને ચાર્જ કરવા માટે 25W ટાઇપ સી ફાસ્ટ ચાર્જર આપવામાં આવ્યું છે.

IMPORTANT LINK

1. Samsung Galaxy A23 Price and feature samsung storeClick here
2. Samsung Galaxy A14 Price and feature samsung storeClick here

Samsung Galaxy A14 Memory

આ ફોનમાં 4GB RAM + 64GB સ્ટોરેજ, 6GB RAM + 128GB અને 8GB RAM + 128GB સ્ટોરેજ પણ આપવામાં આવ્યું છે. આ સાથે જ સ્ટોરેજને મેમરી કાર્ડની મદદથી 1 TB સુધી વધારવાની સુવિધા પણ આપવામા આવી છે.

Samsung Galaxy A14 Network

કનેક્ટિવિટી માટે ફોનમાં 5G/4G/3G/2G ડ્યુઅલ સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે. 3.5MM હેડફોન જેક, બ્લૂટૂથ 5.1 અને Wi-Fi ઉપલબ્ધ છે. આ સિવાય GPS અને A-GPS જેવા કનેક્ટિવિટી ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

Leave a Comment